મગની દાળની કચોરી ની રેસીપી - Mag Dal Ni Kachori ( Gujarati Recipe)


દ્વારા

मग नी दाल नी कचौरी - हिन्दी में पढ़ें (Mag Dal Ni Kachori ( Gujarati Recipe) in Hindi) 

Added to 468 cookbooks   This recipe has been viewed 3097 times

કરકરી પણ ખાવામાં પોચી આ મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર પીળી મગની દાળની કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.

પ્રોટીનયુક્ત મગની દાળના પૂરણવાળી આ વાનગી નાના બાળકોને ગમે એવી છે. અહીં ધ્યાન રાખશો કે કચોરીને ધીમા તાપ પર તળવી, જેથી તેની દરેક બાજુ સરખી રીતે તળીને કચોરીનું ઉપરનું લોટનું પડ સરસ મજેદાર બને.

Add your private note

Mag Dal Ni Kachori ( Gujarati Recipe) recipe - How to make Mag Dal Ni Kachori ( Gujarati Recipe) in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૦ से ૧૨ सर्विंग કચોરી માટે
મને બતાવો કચોરી માટે

સામગ્રી

કણિક માટે
૩/૪ કપ મેંદો
૨ ટીસ્પૂન પીગળાવેલું ઘી
મીઠું , સ્વાદાનુસાર

પૂરણ માટે
૧ ૧/૨ કપ પીળી મગની દાળ , આગલી રાત્રે પલાળી રાખ્યા બાદ નીતારેલી
૨ ટીસ્પૂન તેલ
૧/૨ ટીસ્પૂન જીરૂ
૧/૨ ટીસ્પૂન અજમો
૧/૨ ટીસ્પૂન વરિયાળી
૧/૨ ટીસ્પૂન તલ
૧/૨ ટીસ્પૂન હીંગ
૧/૨ ટીસ્પૂન હળદર
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૨ ટીસ્પૂન વરિયાળીનો પાવડર
૨ ટીસ્પૂન સાકર
મીઠું , સ્વાદાનુસાર

બીજી જરૂરી વસ્તુ
તેલ , તળવા માટે

પીરસવા માટે
ખજૂર-આમલીની ચટણી
વિધિ
કણિક માટે

    કણિક માટે
  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૬૩ મી. મી. (૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લીધા પછી તેને ભીના મલમલના કપડા વડે ઢાંકીને બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. મગની દાળને નીતારી એક બાઉલમાં મૂકી તેમાં ૨ થી ૩ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બાઉલને પ્રેશર કુકરમાં મૂકી, કુકરની ૧ સીટી સુધી રાંધી લો.
  2. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી મગની દાળને ફરીથી નીતારી લીધા બાદ તેને બાજુ પર રાખો.
  3. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, અજમો, વરિયાળી, તલ અને હીંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  4. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મગની દાળ, હળદર, મરચાં પાવડર, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, વરિયાળીનો પાવડર, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી થોડું ઠંડું થવા બાજુ પર રાખો.
  6. આ પૂરણના ૧૦ થી ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. વણેલા એક ભાગને સપાટ સૂકી જગ્યા પર રાખી, તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી, તેની કીનારીઓ મધ્યમાં વાળીને ઉપરથી બંધ કરી લો.
  2. આમ વાળી લીધા પછી તેને હાથમાં લઇને ગોળ કચોરી તેયાર કરી લો.
  3. રીત ક્રમાંક ૧ અને ૨ મુજબ બાકીની કચોરી તૈયાર કરી લો.
  4. એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સાથે થોડી કચોરીઓ નાંખી તે કરકરી અને દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
  5. તે પછી તેને ટીશ્યુ પેપર પર મૂકી નિતારી લીધા પછી ગરમ ગરમ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews