લીલા વટાણાની આમટી ની રેસીપી - Green Peas Ambti


દ્વારા

5/5 stars  100% LIKED IT    2 REVIEWS ALL GOOD
Green Peas Ambti - Read in English 
ग्रीन पीस् आम्बटी - हिन्दी में पढ़ें (Green Peas Ambti in Hindi) 

Added to 166 cookbooks   This recipe has been viewed 7015 times

લીલા વટાણાની આમટી એક ખાસ મહારાષ્ટ્રીયન વાનગી છે, જેમાં છુંદેલા લીલા વટાણા અને ટમેટાનો ઉપયોગ થાય છે. તેમાં પારંપારીક મસાલા સાથે કાંદા અને નાળિયેરના ખમણની તાજી પેસ્ટ મેળવી તેને મજેદાર અને સ્વાદિષ્ટ બનાવવામાં આવી છે.

Add your private note

Green Peas Ambti recipe - How to make Green Peas Ambti in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૩ ૧/૪ કપ લીલા વટાણા , બાફીને છૂંદેલા
૨ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ મોટા સમારેલા કાંદા
૨ ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
૧ ટેબલસ્પૂન આખા ધાણા
૫૦ મિલીમીટર (૨”) નો તજનો ટુકડો
૧ ટીસ્પૂન જીરૂ
લવિંગ
કાળા મરી
આખા સૂકા લાલ કાશ્મીરી મરચાં , ટુકડા કરેલા
લસણ
૨ કપ મોટા સમારેલા ટમેટા
મીઠું , સ્વાદાનુસાર

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
વિધિ
    Method
  1. એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં કાંદા, નાળિયેર, આખા ધાણા, તજ, જીરૂ, લવિંગ, કાળા મરી અને સૂકા લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી ઠંડું થવા દો.
  3. તે ઠંડુ થાય તે પછી તેને મિક્સરમાં થોડા પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  4. હવે ટમેટાને મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી બાજુ પર રાખો.
  5. બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલી પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં લીલા વટાણા, ટમેટાનું પલ્પ, મીઠું, અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  7. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

લીલા વટાણાની આમટી
5
 on 24 Jan 19 11:42 AM


સરળ અને સ્વાદિષ્ટ
| Hide Replies
Tarla Dalal    Hi Preeti, Happy to know you liked the recipe. Do try more and more recipes and share with us your feedback. happy Cooking!
Reply
24 Jan 19 02:43 PM
લીલા વટાણાની આમટી
5
 on 14 Aug 17 02:41 PM


liked very much