ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું – લીંબુ અને મધ સાથે ની રેસીપી - Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes


દ્વારા


Added to 17 cookbooks   This recipe has been viewed 409 times

ચિયાના બીજ આપણા શરીર માટે ગુણકારી છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. શાકાહારી આહાર લેનારા માટે આ પીણામાં રહેલા ઑમેગા-૩ ફેટી એસિડનું પ્રમાણ વધુ ગુણકારી છે! આ ચિયા બીજમાં ફાઇબર અને પ્રોટીન પણ સારી માત્રમાં રહેલા છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ નાના બીજ પચવામાં અતિ સરળ છે તે ઉપરાંત તેમાં એન્ટીઓક્સિડંટ (antioxidant) પણ છે.

આમ આ બીજનો ખોરાક વ્યાયામવીરને પોતાની શક્તિ ટકાવી રાખવા ઉપયોગી ગણાય છે. આ ચિયા બીજ સાદા કે પછી પાણીમાં પલાળીને ખાઇ શકાય. તેનું લીંબુ અને મધ સાથેનું પીણું તો એવું સ્વાદિષ્ટ બને છે કે સાદા બીજથી પણ તે વધુ સ્વાદિષ્ટ લાગે છે.

તમે આ પીણું ગમે તે સમયે લઇ શકો છો. તે ઉપરાંત બીજી પણ એક પૌષ્ટિક ગણાય એવી રીતે વ્યાયામવીરો તેનો ઉપયોગ કરે છે, તે છે તેમાં એક ટેબલસ્પૂન બીજની સાથે એક ચમચો પ્રોટીન પાવડર અડધો કપ નાળિયેરના દૂધમાં મેળવીને પણ તેનો આનંદ માણે છે.

Add your private note

Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes recipe - How to make Energy Chia Seed Drink with Lime and Honey, for Endurance Athletes in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૨ सर्विंग ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ માટે

સામગ્રી

ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે
૨ ટેબલસ્પૂન ચિયાના બીજ
૧ ટેબલસ્પૂન મધ
૨ ટીસ્પૂન લીંબુનો રસ
વિધિ
    Method
  1. ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું ની રેસીપી બનાવવા માટે, એક જારમાં ચિયાના બીજ, મધ, લીંબુનો રસ અને ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  2. આ જારને ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧ કલાક રાખી મૂકો.
  3. ઊર્જાયુક્ત ચિયાના બીજનું પીણું પીરસતી વખતે તેને હલાવીને ઠંડું પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews