ઢોસા - Dosa ( South Indian Recipe)


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
Dosa ( South Indian Recipe) - Read in English 
डोसा - हिन्दी में पढ़ें (Dosa ( South Indian Recipe) in Hindi) 

Added to 165 cookbooks   This recipe has been viewed 3822 times

ઇડલીની જેમ ઢોસા પણ દક્ષિણ ભારતીય વાનગીઓમાં અતિ પ્રખ્યાત વાનગી છે, પાતળા અને કરકરા ઢોસા, ચોખા અને અડદની દાળના ખીરા વડે બનાવવામાં આવે છે. ઇડલી કરતાં પણ ઢોસા વધુ ઉત્તેજક ગણાય છે. ખરેખર તો ઇડલી બનાવવામાં સહેલી, આરામદાયક અને બાફેલી વાનગી ગણાય છે, જ્યારે ઢોસા તેનાથી વધુ તૃપ્ત કરનારા ગણાય છે. પારંપારિક રીતે તો ઢોસા લોખંડના તવા પર બનાવવામાં આવતા, પણ આજકાલ તે નૉન-સ્ટીક તવા પર તૈયાર કરવામાં આવે છે જેથી બનાવવામાં બહુ સરળતા રહે છે. તમે ઢોસાને તેલ, ઘી અથવા ક્યારેક માખણ વડે શેકી શકો છો. ઢોસા ગરમ અને કરકરા, ચટણી અથવા સાંભર સાથે ખાવાની જ મજા આવે છે. જો તમે ઢોસા થોડા સમય પછી બનાવવા માંગતા હો તો તેને થોડા જાડા તૈયાર કરવા, જેથી તે થોડા સમય પછી નરમ અને લવચીક રહેશે.

Add your private note

Dosa ( South Indian Recipe) recipe - How to make Dosa ( South Indian Recipe) in gujarati

આથો આવવાનો સમય:  ૧૨ કલાક   તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૮ ઢોસા માટે
મને બતાવો ઢોસા માટે

સામગ્રી
૧/૨ કપ અડદની દાળ
૧ ટેબલસ્પૂન મેથી
૧ કપ કાચા ચોખા
૧ કપ અર્ધઉકાળેલા ચોખા
૨ ટેબલસ્પૂન જાડા પૌઆ
ઘી , રાંધવા માટે

પીરસવા માટે
સાંભર
નાળિયેરની ચટણી
મલગાપડી પાવડર
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં અડદની દાળ અને મેથી સાથે જરૂરી પાણી મેળવી ૪ કલાક સુધી પલાળી રાખો.
  2. બીજા એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ચોખા, અર્ધઉકાળેલા ચોખા અને જાડા પૌઆ ૪ કલાક સુધી પલાળી રાખો.
  3. હવે પલાળેલી અડદની દાળ અને મેથીના મિશ્રણને નીતારી મિક્સરમાં ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી એક ઊંડા બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
  4. એ જ રીતે પલાળેલા ચોખા, અર્ધઉકાળેલા ચોખા અને જાડા પૌઆના મિશ્રણને નીતારી મિક્સરમાં લગભગ ૧ કપ પાણી સાથે મેળવી સુંવાળી પેસ્ટ તૈયાર કરી મિશ્રણને આગળ તૈયાર કરેલા અડદની દાળ અને મેથીના મિશ્રણમાં ભેગી કરી તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  5. આ મિશ્રણને ઢાંકીને આથો આવવા માટે ગરમ જગ્યા પર ૧૨ કલાક માટે રાખો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટીને કપડા વડે તવાને વ્યવસ્થિત રીતે સાફ કરી લો.
  7. તે પછી તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને ગોળ ફેરવીને ૨૨૫ મી. મી. (૯”)ના ગોળાકારમાં ઢોસા તેયાર કરો.
  8. હવે આ ઢોસાની મધ્યમાં અને તેની કીનારીઓ પર ઘી રેડીને ઉંચા તાપ પર ઢોસા બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી રાંધી લો.
  9. આ ઢોસાને અર્ધગોળાકારમાં વાળી લો.
  10. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૧૭ ઢોસા તૈયાર કરો.
  11. તરત જ નાળિયેરની ચટણી કે પછી મલગાપડી પાવડર અને સાંભર સાથે પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

ઢોસા
5
 on 17 Aug 17 01:14 PM


easy and quick