ક્રીસ્પી પેપર ઢોસા - Crispy Paper Dosa


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
Crispy Paper Dosa - Read in English 

Added to 860 cookbooks   This recipe has been viewed 2643 times

ક્રીસ્પી પેપર ઢોસા એક એવી વાનગી છે, જે આજે દક્ષિણ ભારતથી આખી દુનિયામાં સુપરસ્ટારની જેમ પ્રખ્યાત થઇ ગયા છે. નામ પ્રમાણે જ આ ઢોસા ગોલ્ડન બ્રાઉન, કરકરા અને એટલા પાતળા બને છે કે એક મોટો ઢોસો એક કે બે ચમચા ખીરા વડે બનાવી શકાય. સામાન્ય રીતે હોટલમાં આ ઢોસા વાળીને અથવા કોનના આકારમાં પીરસવામાં આવે છે, જે નાના બાળકોને વધુ પસંદ પડે છે. દક્ષિણ ભારતીય જમણમાં આ ઢોસા સાથે ચટણી અને સાંભર પીરસવામાં આવે છે.

Add your private note

Crispy Paper Dosa recipe - How to make Crispy Paper Dosa in gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩ થી ૪ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૦ ઢોસા માટે
મને બતાવો ઢોસા માટે

સામગ્રી
૧/૨ કપ ચોખા
૩/૪ કપ અડદની દાળ
૧/૨ કપ ચોખાનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
ઘી, ચોપડવા માટે અને રાંધવા માટે

પીરસવા માટે
સાંભર
નાળિયેરની ચટણી
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં ચોખા અને અડદની દાળને જરૂરી પાણી સાથે ૩ થી ૪ કલાક અલગ અલગ પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે આ ચોખા, અડદની દાળ અને ચોખાના લોટને ૧ ૧/૨ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી ઘટ્ટ ખીરૂ તૈયાર કરો.
  3. આ ખીરામાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર હળવા હાથે ઘી ચોપડી લો.
  5. તવા પર થોડું પાણી છાંટી મલમલના કપડા વડે તવાને સરખી રીતે સાફ કરી લો.
  6. હવે તેની પર એક કડછી ભરીને ખીરૂ રેડી, ખીરાને ગોળાકારમાં ફેરવી ૨૨૫ મી. મી. (૯”)ના વ્યાસનો ગોળ પાતળો ઢોસો તૈયાર કરો.
  7. આ ઢોસાની કીનારીઓ પર થોડું ઘી ફેરવી મધ્યમ તાપ પર ઢોસા ગોલ્ડન બ્રાઉન થઇને કરકરા બને ત્યાં સુધી શેકી લો.
  8. આમ તૈયાર થયેલા ઢોસાને અર્ધગોળકારમાં વાળી લો.
  9. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે વધુ ૯ ઢોસા પણ તૈયાર કરી લો.
  10. સાંભર અને નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

ક્રીસ્પી પેપર ઢોસા
5
 on 08 Jul 17 12:50 PM


good recipe