ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ ની રેસીપી - Crispy Chocolate Balls


દ્વારા

Crispy Chocolate Balls - Read in English 

Added to 70 cookbooks   This recipe has been viewed 455 times

તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ્ નો સ્વાદ ચખાડો. આ ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્ માં મમરા અને મારી બિસ્કીટ સાથે તેને સ્વાદિષ્ટ અને મનપસંદ બનાવવા તેમાં જામ અને ચોકલેટ મેળવવામાં આવ્યા છે.

રંગીન વર્મિસેલી તેને એવા આકર્ષક બનાવે છે કે બાળકો તરત જ ખાવા લલચાશે. બાળકોને કેળા અને અખરોટના મફિન અને હોમ-મેડ સિનેમન રોલ પણ પસંદ આવશે.

Add your private note

Crispy Chocolate Balls recipe - How to make Crispy Chocolate Balls in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૧૫ सर्विंग બોલ્સ્ માટે
મને બતાવો બોલ્સ્ માટે

સામગ્રી

મમરાના મિશ્રણ માટે
૩/૪ કપ ભૂક્કો કરેલા મારી બિસ્કીટ
૧ કપ કુરમુરા
૫ ટેબલસ્પૂન ડેસિકેટેડ નાળિયેર

બીજી જરૂરી વસ્તુઓ
૩ ટેબલસ્પૂન અનેનાસનો જામ
૧ કપ સમારેલી મીલ્ક ચોકલેટ
૧/૨ કપ રંગીન વર્મિસેલી
વિધિ
    Method
  1. ક્રીસ્પી ચોકલેટ બોલ્સ્એ ની રેસીપી બનાવવા માટે, એક પહોળા ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં બિસ્કીટ અને મમરા સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી શેકી લો.
  2. તેને તાપ પરથી નીચે ઉતારી બીજા એક મિક્સ કરવા માટેના બાઉલમાં કાઢીને તેની મધ્યમાં ખાડું પાડી ઠંડું થવા દો.
  3. એક નાના નૉન-સ્ટીક પૅનને ગરમ કરી તેમાં ધીમા તાપ પર જામને ૧ થી ૨ મિનિટ સુધી ગરમ કરીને પીગળાવી લીધા પછી ઠંડું થવા દો.
  4. હવે બીજા એક માઇક્રોવેવ સેફ બાઉલમાં ચોકલેટ ઉમેરી ૧ મિનિટ સુધી માઇક્રોવેવ કરી સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે આ પીગળાવેલી ચોકલેટ, જામ અને નાળિયેર ખાડા પાડેલા કુરમુરા-બિસ્કીટના મિશ્રણમાં રેડી સારી રીતે મિક્સ કરી લો.
  6. હવે આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી તરત જ દરેક ભાગને ગોળ લાડવાનો આકાર આપી તરત જ વર્મિસેલીમાં રગદોળીને બોલની દરેક બાજુ પર તેનું આવરણ બની જાય તેમ ફેરવી લો.
  7. આ તૈયાર થયેલા બોલને કાગળના કપમાં મૂકી એકાદેક કલાક માટે બાજુ પર રાખો.
  8. તરત જ પીરસો.


RECIPE SOURCE : Finger Foods for KidsBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews