કોલ્ડ કોફી ની રેસીપી - Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe


દ્વારા


Added to 88 cookbooks   This recipe has been viewed 1752 times

કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજરને લલચાવતું ચોકલેટ સૉસનું શણગાર આંતરરાષ્ટ્રીય પસંદ પામેલી કોલ્ડ કોફીની લાક્ષણિક્તા છે અને તેનો કોઇ પણ પ્રતિકાર કરી શકે એમ નથી. આ કોફીમાં મલાઇદાર દૂધનો ઉપયોગ કરવો, જેથી તે ઘટ્ટ બને અને તેને બ્લેન્ડરમાં સારી રીતે મિક્સ કરી ફીણદાર બનાવશો ત્યારે જ તમને સાચી કોલ્ડ કોફીનો અહેસાસ મળશે.

અહીં અમે તમને પારંપારિક રીતે કોલ્ડ કોફી તૈયાર કરવાની રીત રજૂ કરી છે અને સાથે આકર્ષક રીતે ગ્લાસમાં ચોકલેટ સૉસ વડે એક અલગ ડીઝાઇન બનાવવાની રીત પણ રજૂ કરી છે.

Add your private note

Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe recipe - How to make Cold Coffee Recipe, Frothy Cold Coffee Recipe in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૬ सर्विंग ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ માટે

સામગ્રી

કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે
૪ ટેબલસ્પૂન ઇનસ્ટંન્ટ કોફી પાવડર
૪ કપ ઠંડું મલાઇદાર દૂધ
૩/૪ કપ પીસેલી સાકર
૫ to ૬ બરફના ટુકડા
ચોકલેટ સૉસ , સજાવવા માટે
૪ ટીસ્પૂન ચોકલેટ સૉસ
વિધિ
    Method
  1. કોલ્ડ કોફી ની રેસીપી બનાવવા માટે, એક નાના બાઉલમાં કોફી પાવડર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. હવે મિક્સરની જારમાં દૂધ, કોફી-પાણીનું મિશ્રણ, સાકર અને બરફના ટુકડા મિક્સ કરીને પીસીને સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો.
  3. હવે એક લાંબો ગ્લાસ લઇ તેને થોડું નમાવીને તેમાં ચોકલેટ સૉસ ગ્લાસની બાજુ પર રેડીને ગ્લાસને ગોળ-ગોળ ફેરવતા રહો જેથી તેમાં એક અલગ ડીઝાઇન બની જાય.
  4. તે પછી તે ગ્લાસના તળિયામાં ૧ ટીસ્પૂન ચોકલેટ સૉસ રેડો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૫ ગ્લાસ તૈયાર કરો.
  6. હવે તૈયાર કરેલી કોલ્ડ કોફી તૈયાર કરેલા ૬ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી લો.
  7. તરત જ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews