ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી - Chocolate Truffle Ice Cream


દ્વારા

Chocolate Truffle Ice Cream - Read in English 

Added to 243 cookbooks   This recipe has been viewed 425 times

ઘરમાં કોઇ ખાસ પ્રસંગની ઉજવણી હોય અને તેમાં ઘરે જ તૈયાર કરેલી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ હોય, તો તેના જેવી ઉજવણી બીજી કઇ ગણાય? એક મજેદાર અને આનંદદાયક ડાર્ક ચોકલેટ અને તાજા ક્રીમ સાથે બનતી આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ નાના બાળકો જ્યારે ચાખશે, ત્યારે તો તેમને અતિ આનંદ મળશે એની ખાત્રી અમે આપી શકીએ.

શાહી બનવા ઉપરાંત આ ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમમાં ડાર્ક ચોકલેટની ખુશ્બુ મોટાઓને પણ એટલી જ પસંદ પડશે. આ આઇસક્રીમને વધુ મજેદાર બનાવવામાં તમે તેમાં ચોકલેટના નાના ટુકડા ઉમેરી આનંદમાં વધારો કરી શકો.

Add your private note

Chocolate Truffle Ice Cream recipe - How to make Chocolate Truffle Ice Cream in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે
૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ
૨ ટીસ્પૂન કોર્નફ્લોર
૧ કપ દૂધ
૧/૪ કપ કેસ્ટર શુગર
૩/૪ કપ તાજું ક્રીમ
વિધિ
ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે

    ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ ની રેસીપી બનાવવા માટે
  1. એક બાઉલમાં ૨ ટેબલસ્પૂન ઠંડા પાણી સાથે કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. બીજા એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૨ ટેબલસ્પૂન પાણી ઉકાળી લો. તેને તાપ પરથી નીચે ઉતારી લીધા પછી તેમાં ડાર્ક ચોકલેટ મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું સૉસ બનાવીને બાજુ પર રાખો.
  3. બીજા એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં દૂધને ૨ થી ૩ મિનિટ સુધી ગરમ કરી લો.
  4. તે પછી તેમાં કોર્નફ્લોરનું મિશ્રણ અને કેસ્ટર શુગર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. ૫. આ દૂધને તાપ પરથી નીચે ઉતારી સંપૂર્ણ ઠંડું થવા બાજુ પર રાખો.
  6. જ્યારે દૂધ સંપૂર્ણ ઠંડું થઇ જાય તે પછી તેમાં તાજું ક્રીમ અને પીગળાવેલી ચોકલેટનું મિશ્રણ મેળવી મથની (whisk) વડે સારી રીતે મિક્સ કરી લો.
  7. આ ચોકલેટના મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં ૬ કલાક અથવા તે અર્ધુ સેટ થાય ત્યાં સુધી રાખી મૂકો.
  8. તે પછી આ મિશ્રણને મિક્સરના જારમાં રેડીને પીસીને સુંવાળું બનાવી લો.
  9. હવે ફરીથી આ મિશ્રણને એક છીછરા (shallow) એલ્યુમિનિયમના પાત્રમાં રેડી લો. તેને એલ્યુમિનિયમ ફોઇલ વડે ઢાંકીને રેફ્રીજરેટરમાં લગભગ ૧૦ કલાક અથવા તો તે બરોબર જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.
  10. પીરસવાના સમયે તેને રેફ્રીજરેટરમાંથી ચોકલેટ ટ્રુફલ આઇસક્રીમ બહાર કાઢીને, ૨ થી ૩ મિનિટ રાખી મૂક્યા પછી સ્કુપ કરી તરત જ પીરસો.


RECIPE SOURCE : The Chocolate CookbookBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews