ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ - Cheesy Khada Bhaji Wrap ( Wraps and Rolls)


દ્વારા

चीज़ी खड़ा भाजी रैप - हिन्दी में पढ़ें (Cheesy Khada Bhaji Wrap ( Wraps and Rolls) in Hindi) 

Added to 124 cookbooks   This recipe has been viewed 510 times

ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ | cheesy khada bhaji wrap in gujarati |

સામાન્ય રીતે તાજી સ્થાનિક શાકભાજી અને સરસ મસાલાનો ઉપયોગ કરીને જાડી, ગ્રેવી જેવા સુસંગતતામાં તૈયાર કરાયેલ ઓલ-ટાઇમ મનપસંદ ભાજીને થોડું ટ્વિક કરવામાં આવ્યું છે. અહીં, અમે ડુંગળી, કેપ્સિકમ અને મસાલાની

ગ્રેવીમાં કોટેડ, બટાટા, ટામેટાં અને ફૂલકોબી જેવા શાકભાજીનો ઉપયોગ કર્યો છે જેને લીધે રેપ નરમ નહીં થાશે. આ ચીઝી ખડા ભાજી રેપને અનફર્ગેટેબલ બનાવે છે.

Add your private note

ચીઝી ખડા ભાજી રેપ | ચીઝી રેપ - Cheesy Khada Bhaji Wrap ( Wraps and Rolls) recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

ખાડા ભાજી સામગ્રી બનાવા માટે
૩ ટેબલસ્પૂન માખણ
૧/૨ ટેબલસ્પૂન જીરા પાવડર
૧ ૧/૨ ટેબલસ્પૂન મરચાં-લસણની ચટણી
૩/૪ કપ બારીક સમારેલા કાંદા
૧/૨ કપ બારીક સમારેલા સિમલા મરચાં
૩/૪ કપ બારીક સમારેલા ટમેટા
૧ ૧/૨ ટેબલસ્પૂન પાવ ભાજી મસાલા
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ કપ બાફીને હલકા મસળેલા લીલા વટાણા
૧/૨ કપ બાફીને છોલી લીધેલા બટાટા
૧/૪ કપ બાફેલા ફૂલકોબીના ટુકડા
૧/૪ કપ બારીક સમારેલી કોથમીર

અન્ય સામગ્રી
૧/૪ કપ બી કાઢીને અને પાતળા સ્લાઇસ કરેલા ટમેટા
૧/૪ કપ પાતળા સ્લાઇસ કરેલા કાંદા
૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
મીઠું અને તાજો પીસેલો કાળા મરીનો પાવડર સ્વાદ માટે
રોટી
૮ ટેબલસ્પૂન તળેલા અને ભૂક્કો કરેલા પાપડ
૪ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
વિધિ
ખાડા ભાજી બનાવા માટે

    ખાડા ભાજી બનાવા માટે
  1. તાવા (ગ્રીલ) પર અથવા ઊંડા નોન-સ્ટીક પૈનમાં માખણ ગરમ કરો, તેમાં જીરુંનો પાઉડર અને મરચું-લસણની ચટણી નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળો.
  2. કાંદા ઉમેરો અને ૧ થી ૨ મિનિટ માટે મધ્યમ તાપ પર સાંતળો.
  3. સિમલા મરચાં, ટામેટાં, પાવ ભાજી મસાલા, મીઠું અને ૨ ટેબલસ્પૂન પાણી નાખી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળો.
  4. લીલા વટાણા, બટાટા, ફૂલકોબી અને કોથમીર નાંખો, સારી રીતે મિક્ષ કરી દો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રાંધી લો. એક બાજુ રાખો.

ચીઝી ખડા ભાજી રેપ બનાવા માટે આગલ ની વિઘિ

    ચીઝી ખડા ભાજી રેપ બનાવા માટે આગલ ની વિઘિ
  1. ટામેટાં, કાંદા, કોથમીર, મીઠું અને મરીને બાઉલમાં ભેળવી, બરાબર મિક્ષ કરી એક બાજુ રાખો.
  2. ચોખ્ખી અને સૂકી સપાટી પર એક રોટલી મૂકો અને રોટલીના મધ્યમાં એક લાઇનમાં ૧/૪ ભાગ ખાડા ભાજીને ગોઠવો.
  3. ખાડા ભાજી ઉપર કાંદા-ટમેટાંના મિશ્રણનો ૧/૪ ભાગ ગોઠવો.
  4. છેલ્લે તેના ઉપર ૨ ટેબલસ્પૂન ક્રશ કરેલા પાપડ અને ૧ ટેબલસ્પૂન ચીઝ નાખો અને તેને ચુસ્ત રીતે રોલ કરો.
  5. વધુ ૩ રેપ બનાવવા માટે બાકીના ઘટકો સાથે પુનરાવર્તન કરો.
  6. દરેક રેપની આસપાસ ટિશ્યુ પેપર લપેટીને તરત જ પિરસો.


RECIPE SOURCE : Wraps and RollsBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews