કોબીને કાંદાની રોટી ની રેસીપી - Cabbage and Onion Roti, Low Salt Recipe


દ્વારા

पत्तागोभी और प्याज की रोटी की रेसिपी - हिन्दी में पढ़ें (Cabbage and Onion Roti, Low Salt Recipe in Hindi) 

Added to 10 cookbooks   This recipe has been viewed 580 times

બહુ સાદી અને સામાન્ય વસ્તુઓ વડે બનતી આ પાતળી અને નાજુક રોટી ઉંચા રક્તદાબ ધરાવનારા માટે અતિ માફક આવે એવી છે.

કરકરી કોબી અને કાંદા સાથે તેજ સુગંધ ધરાવનાર લસણ અને લીલા મરચાં આ કોબી અને કાંદાની રોટીને એવી સ્વાદિષ્ટ બનાવે છે કે મોઢામાંથી લાળ બહાર આવી જાય. લસણ અને કાંદા આ રોટીમાં સુગંધ સાથે તેને બનાવવામાં મદદરૂપ તો છે એ ઉપરાંત તે હ્રદયની તકલીફ ધરાવનાર તથા રક્તના ઉંચા દાબ ધરાવનાર લોકોને માટે અતિ ફાયદાકારક છે.

Add your private note

Cabbage and Onion Roti, Low Salt Recipe recipe - How to make Cabbage and Onion Roti, Low Salt Recipe in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ सर्विंग રોટી માટે
મને બતાવો રોટી માટે

સામગ્રી

કોબીને કાંદાની રોટી ની રેસીપી બનાવવા માટે
૧/૪ કપ ઝીણી સમારેલી કોબી
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ ઘંઉનો લોટ
૧ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૪ ટીસ્પૂન મીઠું
ઘંઉનો લોટ , વણવા માટે
૧ ૧/૨ ટીસ્પૂન તેલ, રાંધવા માટે
વિધિ
    Method
  1. કોબીને કાંદાની ની રોટી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી કણિક તૈયાર કરી લો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી લો.
  3. દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસના ગોળાકારમાં સૂકા ઘંઉના લોટની મદદથી વણી લો.
  4. હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર વણેલી રોટલીને મૂકી ¼ ટીસ્પૂન તેલની મદદથી મધ્યમ તાપ પર તેની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન ધબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજી ૫ રોટી તૈયાર કરી લો.
  6. તરત જ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews