બેસનનો શીરો - Besan Sheera ( Desi Khana)


દ્વારા

5/5 stars  100% LIKED IT    3 REVIEWS ALL GOOD
Besan Sheera ( Desi Khana) - Read in English 
बेसन शीरा - हिन्दी में पढ़ें (Besan Sheera ( Desi Khana) in Hindi) 

Added to 82 cookbooks   This recipe has been viewed 10122 times

ચણાનો લોટ સામાન્ય રીતે વાનગીને ઘટ્ટ બનાવામાં ઉપયોગી થાય છે. આ ચણાના લોટનો શીરો બનાવવો બહુ સરળ છે અને તે જલ્દી પણ તૈયાર થાય છે. કોઇ ખાસ કાર્યક્રમ કે પાર્ટીમાં કે પછી એકાએક પધારેલા મહેમાનો માટે આ શીરો તમે ઝટપટ તૈયાર કરી શકો છો. અહીં ખાસ યાદ રાખવું કે ચણાના લોટને સારી રીતે શેકી લેવું જેથી તેની દુર્ગંધ જતી રહે અને તેને ગરમ ગરમ જ પીરસવો.

Add your private note

Besan Sheera ( Desi Khana) recipe - How to make Besan Sheera ( Desi Khana) in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૩/૪ કપ ચણાનો લોટ
૩/૪ કપ દૂધ
૫ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી
૩/૪ કપ સાકર

સજાવવા માટે
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૩ ટેબલસ્પૂન બાફીને સ્લાઇસ કરેલી બદામ
વિધિ
    Method
  1. એક બાઉલમાં ચણાનો લોટ, ૨ ટેબલસ્પૂન દૂધ અને ૧ ટેબલસ્પૂન ઘી મેળવી સારી રીતે મસળી અને ગુંદીને કણિક જેવું તૈયાર કરો. તેને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. આ કણિકને છીણી વડે જીણું ખમણી લો અને બાજુ પર રાખો.
  3. એક ખુલ્લા વાસણમાં બાકી રહેલું ઘી ગરમ કરી, તેમાં છીણેલા લોટનું મિશ્રણ મિક્સ કરી, ધીમા તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી, સતત હલાવતા રહી, રાંધીને બાજુ પર રાખો.
  4. હવે બાકી રહેલું દૂધ અને ૩/૪ કપ પાણી એક ઊંડી કઢાઇમાં ગરમ કરી, તેમાં તૈયાર કરેલું લોટનું મિશ્રણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  5. છેલ્લે તેમાં સાકર મેળવી, મધ્યમ તાપ પર વધુ ૪ થી ૫ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  6. એલચીના પાવડર અને બદામ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.


RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

બેસનનો શીરો
5
 on 26 Aug 17 02:12 PM


Very nice item
બેસનનો શીરો
5
 on 09 Apr 17 01:31 PM


Hi Your recipes are nice . But if we are watching a video ,it very helpful .
| Hide Replies
Tarla Dalal    Hi, Thank you for your kind words. Do try more and more recipes and let us know how you enjoyed them. Happy Cooking !!
Reply
10 Apr 17 03:02 PM
બેસનનો શીરો
5
 on 26 Jul 16 04:41 PM


Besan sheera an unusual recipe which is loved by everybody. The aroma and the taste is just so good....This is a must try recipe in every kitchen!!