બેજાર રોટી - Bejar Roti


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
Bejar Roti - Read in English 
बेजर रोटी - हिन्दी में पढ़ें (Bejar Roti in Hindi) 

Added to 15 cookbooks   This recipe has been viewed 2622 times

બેજાર રોટી એક પારંપારીક રાજસ્થાની રોટી છે જે મિક્સ વેજીટેબલ અથવા પનીરની ભાજી સાથે માણવામાં આવે છે, પણ તમે તેને દાળ અથવા કઢી સાથે પણ પીરસી શકો છો. ત્રણ લોટના સંયોજન વડે બનતી આ પ્રોટીનયુક્ત રોટી એર્નજી અને ફાઇબર પણ ધરાવે છે જેથી તેની ગણતરી એક યોગ્ય પૌષ્ટિક આહારમાં કરી શકાય. આ રોટીમાં જીરા, લીલા મરચાંની પેસ્ટ અને કોથમીર દ્વારા હલકી તીખાશ આપવામાં આવી છે જે તેને કોઇપણ પ્રકારની ભાજી સાથે પીરસી શકાય એવી બનાવે છે.

Add your private note

બેજાર રોટી - Bejar Roti recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ રોટી માટે
મને બતાવો રોટી માટે

સામગ્રી
૧/૨ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ જુવારનો લોટ
૧/૪ કપ ચણાનો લોટ
૧/૨ ટીસ્પૂન શકેલું જીરૂ
૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , રાંધવા માટે
વિધિ
    Method
  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું ગરમ પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં થોડા તેલની મદદથી દરેક રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

બેજાર રોટી
5
 on 10 Jul 17 04:41 PM


Bejar Roti, good healthy dish