બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડી - Bajra, Whole Moong and Green Pea Khichdi


દ્વારા

बाजरा, होल मूंग एण्ड ग्रीन पी खिचड़ी - हिन्दी में पढ़ें (Bajra, Whole Moong and Green Pea Khichdi in Hindi) 

Added to 184 cookbooks   This recipe has been viewed 1694 times

તમે બાજરાની ખાચડી વિશે સાંભળ્યું હશે જે એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી ગણાય છે અને જેની ગણના એક પૌષ્ટિક વાનગીમાં થાય છે. જ્યારે અહીં અમે તેમાં તેના કરતા પણ વધારાના પોષક તત્વો ધરાવતા મગ, લીલા વટાણા અને ટમેટા ઉમેરીને બનતી એક અલગ જ ખીચડી તૈયાર કરી છે, જે ખીચડીના સ્વાદમાં તો વધારો કરે છે ઉપરાંત તેમાં ફાઇબર, લોહ અને પ્રોટીનમાં પણ વધારો કરે છે. આ બાજરા, આખા મગ અને લીલા વટાણાની ખીચડીને સંપૂર્ણ ભોજન તરીકે માણી શકાય એવી છે.

Add your private note

Bajra, Whole Moong and Green Pea Khichdi recipe - How to make Bajra, Whole Moong and Green Pea Khichdi in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧/૪ કપ બાજરી , ૫ કલાક પાણીમાં પલાળીને નીતારી લીધેલી
૧/૪ કપ મગ
૧/૨ કપ લીલા વટાણા
૨ ટીસ્પૂન તેલ
૧ ટીસ્પૂન જીરૂં
એક ચપટીભર હીંગ
૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા
૧ કપ સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન લસણની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન આદૂની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન હળદર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
    Method
  1. બાજરી અને મગને અલગ અલગ એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે ૫ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. હવે એક પ્રેશર કુકરમાં બાજરી, મગ, લીલા વટાણા, મીઠું અને ૧ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૫ સીટી સુધી રાંધી લો.
  3. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો, તે પછી તેને બાજુ પર રાખો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં ઉમેરો.
  5. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  6. તે પછી તેમાં ટમેટા, લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, હળદર, મરચાં પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો. તેને બટાટા છુંદવાના ચમચા વડે વચ્ચે-વચ્ચે હલાવતા રહી બધી વસ્તુઓને થોડી છુંદી લો.
  7. છેલ્લે તેમાં રાંધેલી બાજરી, મગ અને લીલા વટાણાના મિશ્રણ સાથે ૧/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.
Accompaniments

RECIPE SOURCE : Iron Rich RecipesBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews