બદામ બેરિ અને નાળિયેરનું કેક - Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss


દ્વારા

बादाम बेरी और नारियल का केक की रेसिपी - हिन्दी में पढ़ें (Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss in Hindi) 

Added to 14 cookbooks   This recipe has been viewed 1096 times

આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે.

અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબી, ફાઇબર, પ્રોટીન, મેગ્નેસિયમ અને વિટામીન-ઇ છે, જે શરીરમાં સાકરના પ્રમાણને ઓછું કરી બલ્ડપ્રેશરને દાબમાં રાખીને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખે છે. નાળિયેરમાં મિડિયમ ચેઇન ટ્રાયગ્લીસરાઇડ હોય છે જે આંતરડા માર્ગે યુકૃતમાં પહોંચી તરત જ ઉર્જા આપે છે. અહીં બેરિ એક ખાસ મહત્વની છે કારણકે તેમાં ફાયટોકેમિકલ્સ (phytochemicals) છે જે આપણા શરીરમાં નુકશાન પામતા કોષોને અટકાવે છે.

કોળાના બીજમાં પણ એન્ટીઓક્સિડંટ (antioxidants) છે, જ્યારે બેરિમાં મીઠાશ છે પણ મધુમેહમાં વધારો કરે એટલી મીઠાશ તેમાં નથી. મધ સાથે બેરિ આ કેકને મજેદાર મીઠાશ આપે છે, છતાં જો તમને વધુ મીઠાશ જોઇતી હોય તો તેમાં મધનું પ્રમાણ વધારી શકો છો. આ પૌષ્ટિક કેક પોતાનું વજન બાબત ધ્યાન રાખનારા અને રમતવીરો માટે અતિ ઉત્તમ છે. આ કેક કોઇપણ સમયે નાસ્તા તરીકે અથવા ભોજનના અંતે માણી શકાય એવા છે.

આવી જ બીજી પૌષ્ટિક વાનગીઓ જેવી કે બદામનું બ્રેડ અને બ્રોકન વીટ ઉપમા જરૂરથી અજમાવજો.

Add your private note

Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss recipe - How to make Almond Berry and Coconut Cake, For Fitness and Weight Loss in gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બેકિંગનું તાપમાન:  ૧૫૦° સે (૪૦૦° ફે)   બેકિંગનો સમય:  ૨૫ મિનિટ   બનાવવાનો Time:    કુલ સમય:     ૬ सर्विंग માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૧ કપ બદામ
૧/૪ ટીસ્પૂન આખું મીઠું
૧/૪ કપ નાળિયેરનું તેલ
૩ ટેબલસ્પૂન મધ
૧ ટીસ્પૂન વેનીલા એક્સટ્રેક્ટ
૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર
૧/૨ કપ કોળાના બીજ
૧/૨ કપ સૂરજમુખીનો બીજ
૧/૪ કપ બદામની કાતરી
૧/૪ કપ ફ્રોજન બ્લુબરી
નાળિયેરનું તેલ , ચોપડવા માટે
વિધિ
    Method
  1. બદામને પર્યાપ્ત ગરમ પાણીમાં પલાળી, ઢાંકણ વડે ઢાંકીને ૧ કલાક સુધી બાજુ પર મૂકી રાખ્યા પછી નીતારીને તેની છાલ કાઢી લો.
  2. તે પછી બદામની સાથે આખુ મીઠું મેળવી મિક્સરમાં સારી રીતે ફેરવી લીધા પછી તેને બાજુ પર રાખો.
  3. હવે એક ઊંડા બાઉલમાં નાળિયેરનું તેલ, મધ, વેનીલા એક્સટ્રેક્ટ અને ૧ ટેબલસ્પૂન પાણી મેળવી સપાટ ચમચા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  4. હવે તેમાં બાકી રહેલી વસ્તુઓ સાથે બદામનું મિશ્રણ મેળવી સ્પેટુલા (spatula) વડે સારી રીતે મિક્સ કરી લો.
  5. હવે એક ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળ એલ્યુમિનિયમના ટીનમાં નાળિયેરનું તેલ ચોપડી, તેમાં તૈયાર કરેલું મિશ્રણ મૂકો અને સ્પેટુલા (spatula) વડે સમતલ કરી લો. તે પછી તેને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક કરી લો.
  6. ગરમ ગરમ પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews