નોન ફ્રાઇડ પકોડી ચાટ | Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat


દ્વારા


Added to 27 cookbooks   This recipe has been viewed 965 times

તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!

Add your private note

નોન ફ્રાઇડ પકોડી ચાટ - Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૨ કલાક   બનાવવાનો સમય:    કુલ સમય:     ૩ પ્લેટ માટે
મને બતાવો પ્લેટ માટે

સામગ્રી

નોન ફ્રાઇડ પકોડી ચાટ માટે
૧/૨ કપ લીલી મગની દાળ , ૨ કલાક પલાળીને નીતારેલી
૧/૪ ટીસ્પૂન હિંગ
૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૪ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૩/૪ કપ જેરી લીધેલું દહીં / લો ફૅટ દહીં
૧ ૧/૨ ટીસ્પૂન લીલી ચટણી
મીઠું , છંટકાવ માટે
લાલ મરચું પાવડર , છંટકાવ માટે
જીરું પાવડર , છંટકાવ માટે
૩ ટીસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૬ ટીસ્પૂન દાડમ
વિધિ
નોન ફ્રાઇડ પકોડી ચાટ માટે

    નોન ફ્રાઇડ પકોડી ચાટ માટે
  1. પકોડી બનાવવા માટે, પલાળીને નીતારેલી લીલી મગની દાળને ૧/૪ કપ પાણી સાથે સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢો, તેમાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. બાજુ પર રાખો.
  2. પકોડી બનાવતા પહેલા મિશ્રણ પર ફ્રુટ સોલ્ટ અને ૨ ટી-સ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા બનવા લાગે, ત્યારે હળવા હાથે મિક્સ કરો.
  3. ૬ તેલ ચોપડેલી વાટીમાં ૧ ટેબલ-સ્પૂન ખીરૂ રેડો અને તેને સ્ટીમરમાં ૬ થી ૮ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી સ્ટીમ કરો. સ્ટીમરથી કાઢો અને તેમને સહેજ ઠંડુ થવા દો.
  4. થોડું ઠંડું થઈ ગયા પછી, પકોડીને ડિમોલ્ડ કરો અને તેને એક ઊંડા બાઉલમાં પૂરતા હૂંફાળા પાણીમાં ૨ મિનિટ માટે પલાળી દો. પછી પકોડામાંથી પાણી કાઢીને બાજુ પર રાખો.
  5. રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બાકીની ૬ પકોડી તૈયાર કરી લો. બાજુ પર રાખો.
  6. સર્વિંગ પ્લેટમાં પલાળેલા ૪ પકોડા મૂકો અને ૧/૪ કપ દહીંને સરખી રીતે ફેલાવો અને તેના પર ૧/૨ ટેબલ-સ્પૂન લીલી ચટણી રેડો.
  7. છેલ્લે તેના પર થોડું મીઠું, મરચું પાવડર, જીરું પાવડર, ૧ ટી-સ્પૂન કોથમીર અને ૨ ટી-સ્પૂન દાડમ સરખી રીતે ફેલાવો.
  8. રીત ક્રમાંક ૬ અને ૭ મુજબ નોન ફ્રાઈડ પકોડી ચાટની ૨ વધુ પ્લેટ તૈયાર કરી લો. તરત જ પીરસો.


Also View These Popular Recipes

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews